Wednesday, 25 December 2019

અધ્યાય

હવે મારી પાસે ક્યાં
કોઈ બીજો પર્યાય છે ?

તું જ પહેલો અને
તું જ છેલ્લો અધ્યાય છે.

~બેફામ ગુજરાતી






Monday, 23 December 2019

હું ય મારામાં

હું ય મારામાં ક્યાંયે મળ્યો નૈં તને?
તો મને ક્યાંક તારામાં ગોતાય નૈં?

~બેફામ ગુજરાતી

Sunday, 22 December 2019

જિંદગી

જિંદગી,

બહુજ અઘરું વ્યાકરણ છે તારુ !

'તત્વ' લેવા જાઉં છું તો
'સત્વ' છટકી જાય.

બેઉને પકડું અગર તો
' અસ્તિત્વ ' છટકી જાય છે..

-બેફામ ગુજરાતી

Thursday, 19 December 2019

યાદ

'મરીઝ'! હું કોણ ને કેવો હતો? કરતો હતો શું શું?
રડું છું જ્યારે જ્યારે મુજને મારી યાદ આવે છે..

~ મરીઝ

Wednesday, 18 December 2019

બુંદ

વર્ષાના એ વાદળો લઈ આવ્યા મનમાં એક આશ,
અને પછી,
એ બૂંદો રૂપે વાસ્તવિકતા બની વરસી રહ્યા.

-બેફામ ગુજરાતી



મીઠો આવકારો......

કેમ છો દોસ્તો......

મારી આ શેરે-શાયરીની આ રંગીન દુનિયામાં તમારું વાત્સલ્યભર્યું સ્વાગત છે.

મારા મનને નિચોવીને નિકાળેલી પંક્તિઓ અને મનને ગમતી પંક્તિઓનો હું અહી તમારી સમક્ષ રજૂ કરીશ.
આશા છે કે તમને ગમશે.

કોઈ ભૂલચૂક હોય તો અનુજ ગણી માફ કરજો.